મુંબઇ: બોલિવૂડના યંગ અને પ્રતિભાશાળી એક્ટર સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) આ દુનિયાને અલવિદા કરી દીધી છે. તેમની અણધારી વિદાયે અનેક સવાલો ઊભા કર્યા છે. તેઓ પોતાની પાછળ કેટલીક રસપ્રદ ફિલ્મો છોડી ગયા છે. જો કે પોતાની નાનકડી ફિલ્મી કરિયરમાં તેઓ એક ફિલ્મને લઈને ખુબ જ ઉત્સાહિત હતાં પરંતુ આ ફિલ્મ ક્યારેય બની શકી નહીં. મનોજ બાજપેયી સાથે ઈન્સ્ટાગ્રામ લાઈવમાં ડિરેક્ટર શેખર કપૂરે જણાવ્યું કે તેઓ સુશાંત સિંહ સાથે ફિલ્મ 'પાની'માં કામ કરવાના હતાં. આ ફિલ્મમાં સુશાંત સિંહ ગોરાનું કેરેક્ટર નિભાવવાના હતાં. આ ફિલ્મ માટે સુશાંતે કેટલાક મહિના તૈયારીઓ પણ કરી.
(તસવીર- સાભાર ટ્વીટર)
શેખર કપૂરે (Shekhar Kapoor) કહ્યું કે સુશાંતમાં ચીજોને લઈને ખુબ ઉત્સાહ જોવા મળતો હતો. એક અજીબ પ્રકારની અધીરાઈ હતી તેનામાં. તે મારી સાથે પ્રોડક્શન ડિઝાઈનીંગની મિટિંગમાં રહેતો અને પછી વીએફએક્સની મીટિંગમાં પણ રહેતો. વર્કશોપમાં પણ રહેતો હતો. તેનામાં શીખવાની જબરદસ્ત ધગશ હતી અને તેની અંદર ચીજોને લઈને એવી ઉત્સુકતા હતી જે તેમને બાળકોમાં જોવા મળે છે.
તેમણે વધુમાં કહ્યું કે તે મને પોતાની ભૂમિકા માટે રાતે 3-3 વાગે પણ ફોન કરતો હતો અને હું ખુબ ખુશ હતો કે મને આ ફિલ્મ માટે એક એવો અભિનેતા મળ્યો છે જે પોતાની ભૂમિકા માટે ખુબ પેશનેટ છે. જો કે આ ફિલ્મમાંથી પ્રોડ્યૂસરે હાથ ખેંચી લેતા તે ખુબ નિરાશ થયો હતો. સુશાંત ખુબ રડ્યો હતો અને સાથે સાથે ખુબ ઈમોશનલ પણ થઈ ગયો હતો. પરંતુ જિંદગી આનું જ નામ છે.
સુશાંતના મોતને લઇ આ એંગલથી પણ તપાસ કરશે પોલીસ, સરકારે આપ્યા આદેશ
જુઓ LIVE TV
શેખરે સુશાંતની ફેમિલી અંગે વાત કરતા કહ્યું કે તેઓ ખરેખર એક ખુબ મોટા આઘાતમાંથી પસાર થઈ રહ્યાં છે. હું હંમેશા સુશાંતને હીથ લેઝર અને જેમ્સ ડીન જેવા અભિનેતાઓની કેટેગરીમાં યાદ કરવા ઈચ્છીશ જે ખુબ યુવા અને ખુબ ટેલેન્ટેડ એક્ટર્સ હતાં અને જેઓ પોતાની ફિલ્મોમાં એક છાપ છોડવામાં સફળ રહ્યાં. સુશાંત પણ મારા માટે હંમેશા ઉચ્ચ કેટેગરીનો કલાકાર રહેશે અને હું તેમના ફેમિલીને કહેવા માંગુ છું કે જો તમે તમારો પુત્ર ગુમાવ્યો છે તો અમે પણ અમારો ભાઈ ગુમાવ્યો છે. હું આશા રાખુ છું કે ભગવાન સુશાંતના આત્માને શાંતિ આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે